|
સરકારશ્રી
દ્વારા સનેઃર૦૦૬ના વર્ષને પ્રવાસન વર્ષ તરીકે ઉજવવામાં આવી
રહ્યું છે. વર્ષ દરમિયાન રાજ્યમાં ઐતિહાસિક, પ્રવાસિય અને પરંપરાગત મહત્ત્વ ધરાવતાં વિવિધ સ્થળોએ વિવિધ ઉત્સવ અને તહેવારોની આગવી રીતે ઉજવણીનું આયોજન કરી દેશ-વિદેશથી યાત્રીઓ/પ્રવાસીઓને રાજ્યની મુલાકાત લેવા આમંત્રણ અને આકર્ષણ
ઊભુ કરવાનું ભગીરથ આયોજન થઈ
રહ્યું છે. આ પાછળનો ઉદ્દેશ રાજ્યના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો વિશ્વ સમક્ષ
મૂકી, વધુમાં વધુ પ્રવાસીઓને આકર્ષિત કરી પ્રવાસન વિકાસના માઘ્યમથી રાજ્યના ખૂણેખૂણામાં રોજગારીની તકો વધારી હસ્તકળા,
કુટિર ઉઘોગો અને પ્રવાસન ઉઘોગ
વગેરેને પ્રોત્સાહિત કરવાનો છે. આ સમગ્ર આયોજનમાં યાત્રિકો/ પ્રવાસીઓની સુરક્ષા વ્યવસ્થાની ઉત્તમ સ્થિતિનો અહેસાસ થાય અને રાજ્યના કોઈપણ ખૂણે યાત્રી/ પ્રવાસીને ટેક્સિચાલક, રિક્ષાચાલક, ફેરિયા, હોટેલ માલિક અને પ્રવાસન ઉઘોગ સંલગ્ન દલાલો,
ભિખારીખો કે અસામાજિક તત્ત્વો દ્વારા કોઈપણ જાતની ગુનાખોરી કે અભદ્ર વર્તનનો પણ અનુભવ ન થાય તે માટે જરૂરી તમામ પગલાં ભરી દરેક અગત્યનાં પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓને મદદરૂપ થાય તે માટે હિન્દી અને અંગ્રેજી ભાષાના જાણકાર તેમ જ ખાસ તાલીમ પામેલ " ટુરિઝમ પોલીસ "ની પણ પોલીસ વિભાગ મારફત વ્યવસ્થા કરવામાં આવનાર છે. ટુરિઝમ પોલીસ પ્રવાસીની મુલાકાત સલામત, સુખદાયક અને આનંદજનક બની રહે તે માટે કાર્યરત રહેશે.
વ્યારા તાલુકાના રાજવી સમયમાં બનેલો આ અદભુત ગાયકવાડી કિલ્લો આજે પણ મોજુદ છે.
ભૂતકાળમાં વ્યારા
જ્યારે ગાયકવાડી સ્ટેટના તાબામાં હતું ત્યારે આ કિલ્લો બનાવાયો હતો. આ કિલ્લામાંથી નીકળતું ભોયરું સોનગઢના કિલ્લામાં ભેગુ થાય છે. જયારે સોનગઢ ગાયકવાડી રાજધાની તરીકે હતું ત્યારે વ્યારાનો આ કિલ્લો મુખ્ય શહેર તરીકે ગણવામાં આવતો હતો.
|
|
|