હું શોધું છું

હોમ  |

જન સેવા કેન્દ્ર
Rating :  Star Star Star Star Star   

નાગરિક અધિકારપત્ર અન્વયે સરકારશ્રીની તમામ કચેરીઓમાં "જનસેવાકેન્દ્રો" ઊભાં કરાવવા અંગે સરકારશ્રી તરફથી આયોજન કરવામાં આવેલ છે. જે તમામ કચેરીઓમાં એક સમાન હશે. જે લોક અનુદાન/ ભંડોળથી કાર્યરત થનાર છે. જે જનસેવાકેન્દ્ર તરીકે ઓળખાશે.

આ કેન્દ્રમાં નાગરિકો માટે બેસવાની વ્યવસ્થા, લખવાની વ્યવસ્થા તથા પીવા માટે પાણીની વ્યવસ્થા, અરજીઓ સ્વીકારવાની વ્યવસ્થા તથા જરૂરી ફોર્મ વગેરે મેળવવા માટેની અદ્યતન વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે.

નાગરિક અધિકારપત્ર પરત્વે થનાર કાર્યવાહીની વિસ્‍તૃત સમજ / માર્ગદર્શન આપવામાં આવશે.

આ કેન્દ્ર માટે નાયબ પોલીસ અધીક્ષક કક્ષાના અધિકારીની જનસંપર્ક અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. જેથી અરજદારે વધુ રજૂઆત માટે તેમ જ તે અંગે માહિતી માટે જરૂર જણાયે તેઓશ્રીનો સંપર્ક કરવાનો રહેશે.

આ કેન્દ્રમાં લોકોને આપવામાં આવતી સેવાના સંદર્ભમાં જે વહીવટી ખર્ચ થવા પાત્ર છે. તે સેવા ચાર્જ તરીકે અરજી દીઠ-રૂ.ર૦/-(વીસ)ની મર્યાદામાં નાગરિકો પાસેથી વસૂલ લેવાની સત્તા જે તે કચેરીના વડાને આપવામાં આવેલ હોઈ જરૂર જણાયે સેવાચાર્જ વસૂલ લેવામાં આવશે અને આ અંગેની થનાર આવક નો ઉપયોગ આ કેન્દ્રને વધુ સક્ષમ તથા સુવિધાવાળું બનાવવા માટે કરવામાં આવશે.

ઉપરોક્ત જનસેવાકેન્દ્રનો મુદ્રાલેખ

પોલીસ જનસેવાકેન્દ્રમાં આવતા દરેક અરજદાર / નાગરિક ખુબ જ મહત્ત્વની વ્‍યક્તિ છે. તેઓ કોઈ પણ રીતે આપણા ઉપર આધારિત નથી પરંતુ આપણો આધાર તેમની ઉપર રહેલો છે. આપણે સેવા આપીને તેમની ઉપર ઉપકાર કરતા નથી તે આ કેન્દ્રમાં પધારી સેવા કરવાની તક આપીને આપણને કૃતાર્થ કરે છે.

રાઈટ ટુ ઈન્‍ફર્મેશન -

કોઇપણ નાગરિકને માહિતી માંગવાનો અધિકાર આપ‍વામાં આવેલ છે. તે મુજબ માહિતી નિયત કરેલ ફી રૂ. ૨૦/- લઇને આપવા લાયક સંબંધિત શાખા મારફતે આપવામાં આવે છે.

સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ તંત્ર-૧૭ નિયમ સંગ્રહ(મેન્યુઅલ)

સંગઠનની વિગતો કાર્યો અને ફરજો  -

  • જાહેર તંત્ર ઉદ્દેશ/હેતુ - જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જાહેર, સરકારી, ખાનગી મિલકતો તેમ જ લોકોની જાન માલની સુરક્ષા કરવાનો મુખ્ય ઉદ્દેશ છે.

  • જાહેર તંત્રનું મિશન /દૂરંદેશીપણું (વિઝન) - પોલીસ તંત્ર દ્વારા સમાજને ભય મુક્ત કરવા સારૂ ઉપલબ્ધ સાધનોના ઉપયોગ દ્વારા શ્રેષ્ઠતમ કામગીરી કરવાનું અને જુદી જુદી વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરી કાયદો વ્યવસ્થાની જાળવણી તેમ જ ગુનેગારોને કોર્ટ દ્વારા સજા કરાવવાનું ઘ્યેય છે.

  • જાહેર તંત્રનો ટૂંકો ઈતિહાસ અને તેની રચનાનો સંદર્ભ - આઝાદી પહેલાં સુરત ગ્રામ્ય ગાયકવાડી રાજ્ય બરોડા વિભાગ સાથે સંકળાયેલું હતું. અને ત્યાર બાદ ગુજરાત રાજ્યની "૧લી મે ૧૯૬૦" માં સ્થાપના પહેલાં મુંબઈ રાજ્યમાં સમાવિષ્ટ હતું. પોલીસ તંત્રની રચના કરવામાં આવેલ હતી ત્યાર બાદ સ્વતંત્રતા મળ્યા પછી રાજ્ય સરકાર દ્વારા લોકશાહી ઢબે અને જુદાજુદા વર્ગોને પૂરતું પ્રતિનિધિત્વ મળે તે રીતે આજના પોલીસ દળની રચના કરવામાં આવેલ છે. જેમાં ઉત્તરોતર જુદાજુદા પ્રકારનાં સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર તેમ જ વૈજ્ઞાનિક ઢબે ગુનાઓની તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ સવલતો ઊભી કરવામાં આવેલ છે.

  • જાહેર તંત્રની ફરજો - પોલીસ તંત્ર દ્વારા નાગરિકોના જાન-માલની સુરક્ષાની પ્રાથમિક ફરજ છે. તદ્ ઉપરાંત કુદરતી આપત્તિઓ વખતે પણ પોલીસ તંત્ર જાતેથી તેમ જ સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી અનેકવિધ રીતે મદદરૂપ થઈ તટસ્થતાથી ફરજ બજાવે છે.

  • જાહેર તંત્રની મુખ્ય પ્રવૃત્તિઓ અને કાર્યો - પોલીસ તંત્ર દ્વારા પ્રથમ તો ગુના બનતા અટકાવવા પ્રયત્ન કરવામાં આવે છે. તેમ છતાં, પ્રવર્તમાન સમયમાં વસ્તી, વિસ્તાર, ઉદ્યોગોનો બહોળો વિકાસ થયેલ છે તેમ જ, ગુનેગારો જુદી જુદી વૈજ્ઞાનિક શોધોનો ગેરલાભ ઉઠાવી ગુનાખોરી આચરે તો આવા ગુનેગારોને શક્ય તેટલા વહેલા ઝડપી લઈ તેમના વિરુદ્ધ દરેક પ્રકારનાં સાક્ષી/પુરાવા મેળવી ન્યાયની અદાલતમાં સજા કરવા રજૂ કરવામાં આવે છે.

  • જાહેર તંત્ર દ્વારા આપવામાં આવતી સેવાઓની યાદી અને તેનું સંક્ષિપ્ત વિવરણ - પોલીસ તંત્ર દ્વારા નાગરિકોની લેખિત તેમ જ મૌખિક ફરિયાદ લઈ તેની ધોરણસરની તપાસ કરી ગુનેગારોને કોર્ટમાં નસિયત સારુ રજૂ કરવામાં આવે છે. તદુપરાંત જાહેર પ્રસંગો જેવા કે, વિવિધ પ્રકારનાં ધાર્મિક સરઘસો, મેળાવડાઓ, જાહેર સભાઓ, કુદરતી આફતો, ચૂંટણીઓ, સંમેલનો, વગેરેમાં કાયદો વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.

  • જાહેર તંત્રનાં જિલ્લા સ્તરનાં માળખાંઓનો આલેખ -

  • જાહેર તંત્રની અસરકારકતા અને કાર્યક્ષમતા વધારવા માટેની લોકો પાસેથી અપેક્ષાઓ - પોલીસ એ પ્રજાનો મિત્ર છે. આ બાબત લોકો દ્વારા જેટલા પ્રમાણમાં સ્વીકૃત થાય તેટલા પ્રમાણમાં જ લોકો દ્વારા પોલીસને જુદા જુદા પ્રસંગોએ સહકાર મળી શકે કેમ કે, વસ્તી, વિસ્તાર, અને ઔદ્યોગિકીકરણને કારણે પોલીસની કામગીરીનો વ્યાપ મોટા ફલક પર વિસ્તાર પામેલ છે. જેના કારણે લોકો તરફથી પણ કાયદાને માન આપવામાં આવે અને અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમોની જાણકારી સક્ષમ અધિકારીને રૂબરૂમાં કે, ફોન દ્વારા પૂરી પાડવામાં આવે તો ઘણા ગુનાઓ બનતા પહેલા જ ડામી શકાય.

  • લોક સહયોગ મેળવવા માટેની ગોઠવણ અને પદ્ધતિઓ - જિલ્લા પોલીસ વડાની કચેરીમાં ર૪ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત છે.જેનો ટેલિફોન નંબર-ર૪૬૩૯૭૬, ર૪૬૩૯૭૮ છે તેમ જ, પોલીસ વડા તેમ જ અન્ય પોલીસ અધિકારીઓને લેન્ડ લાઈન તથા મોબાઈલ સેવા દ્વારા નાગરિકો તરફથી કોઈ પણ પ્રકારની સલાહસૂચન કે, બાતમી મેળવી તેના પર ત્વરિત પગલાં લેવામાં આવે છે.

  • સેવા આપવા અંગેના-દેખરેખ, નિયંત્રણ અને જાહેર ફરિયાદ નિવારણ માટે ઉપલબ્ધ તંત્ર- જિલ્લામાં પોલીસ અધીક્ષક કક્ષાના એક ભારતીય પોલીસ સેવાના અધિકારી જાતેથી સમગ્ર પોલીસ દળનું નિયંત્રણ કરે છે. જિલ્લામાં ત્રણ વિભાગ પાડવામાં આવેલ છે. આ વિભાગીય કચેરીમાં નાયબ પોલીસ અધીક્ષક કક્ષાના અધિકારી તેમના વિભાગ હેઠળનાં પોલીસ સ્ટેશનની કામગીરી ઉપર સતત દેખરેખ રાખે છે, અને તાબાના અમલદારોને કાયદો વ્યવસ્થાની જાળવણીમાં જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ પૂરી પાડે છે. તદુપરાંત રથી ૪ પોલીસ સ્ટેશન ઉપર સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર ફરજ બજાવે છે, તેઓ પણ તાબાના પોલીસ સ્ટેશનને માર્ગદર્શન પૂરું પાડવા ઉપરાંત જાતે ગુનાઓની તપાસ પણ કરે છે. આ જિલ્લામાં કુલ-૧પ(પંદર) પોલીસ સ્ટેશનો આવેલાં છે. જેના ઈન્ચાર્જ તરીકે પોલીસ ઈન્સ્પેક્ટર/પોલીસ સબ ઈન્સ્પેકટર કક્ષાના અમલદારો તાબાના પોલીસ કર્મચારીઓ સાથે રહીને કાયદો વ્યવસ્થાની જાળવણી કરે છે.

મહિલાઓને લગતા ગુના સંબંધેની કામગીરી માટે જિલ્લા કક્ષાએ બારડોલી ખાતે મહિલા સેલ કાર્યરત છે. જ્યાં મહિલા પી.એસ.આઈ. દ્વારા મહિલા સંબંધી ગુનાઓની તપાસ વગેરેની કામગીરી કરવામાં આવે છે.

અનુ.જાતિ/અનુ.જનજાતિના લોકો પર થતા અત્યાચારો સંબંધી તપાસ માટે સરકારશ્રી દ્વારા નાયબ પોલીસ અધીક્ષકશ્રી એસ.સી./એસ.ટી. સેલની નિમણૂક કરવામાં આવેલ છે. તેઓ દ્વારા આ પ્રકારના ગુનાની જાત તપાસ કરવામાં આવે છે.

તદુપરાંત, વિશિષ્ટ પ્રકારની કામગીરી માટે જુદા જુદા સ્કવોડ જેવા કે, એસ.ઓ.જી.,એ.ટી.એસ.,આર્થિક ગુના નિવારણ સેલ, ક્રાઈમ સ્કવોડ, જિલ્લા હાઈ-વે ટ્રાફિક શાખા, વગેરેની રચના કરવામાં આવેલ છે, અને તેને સંલગ્ન ગુનાઓની ઝડપી તપાસ કરી ગુનેગારોને ઝડપી લઈ ન્યાયની અદાલતમાં રજૂ કરાવી નસિયત કરવામાં આવે છે. પોલીસ તંત્રની તપાસમાં તથા કાયદો અને વ્યવસ્થાની કામગીરીમાં મદદ માટે વાયરલેસ વિભાગ, એમ.ઓ.બી., એલ.આઈ.બી., ફિંગર પ્રિન્ટ, અશ્વદળ, શ્વાનદળ, ફોટોગ્રાફી વિભાગ, મોટર વાહન શાખા, ગ્રામ્ય રક્ષક દળ, જિલ્લા ક્રાઈમ રેકર્ડ બ્યુરો પણ ઉપલબ્ધ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 07-06-2006