પોલીસ અધિક્ષક, સુરત
http://www.spsurat.gujarat.gov.in

બાળકોની સલામતી માટેનાં સૂચનો.

6/13/2025 3:33:03 PM

બાળકોની સલામતી માટેનાં સૂચનો.

  • શક્ય હોય તો નાનાં બાળકોને ઘરમાં જ વિશ્વાસુ બેબીસીટર સાથે મૂકો
  • બહાર ખરીદી કરતી વખતે તમારાં બાળકોને તમે શીખવાડો કે તેઓ તમારી સાથે જ રહે.
  • નાનાં બાળકોને બાથરૂમમાં એકલાં ન રાખો.
  • બાળકો સાથે કારમાં બહાર જતાં હો ત્યારે તેઓને એકલાં ક્યારેય ન રાખો.
  • યુવાન બાળકને ગાડીમાં મૂકી ક્યારેય સ્ટોર-દુકાન કે જાહેર જગ્યાએ જવાનું ટાળો.
  • બાળક તેનું પૂરું નામ, સરનામું, ટેલિફોન નંબર વગેરે પોલીસ ઓફિસરને આપી શકે તેવું શીખવાડો.
  • અજાણી વ્‍યક્તિ હેરાન કરે તો તમને કહે તેવું બાળકને શીખવાડો.
  • અજાણી વ્‍યક્તિ મદદ માગે તો સાવધાન રહે તેવું બાળકને શીખવાડો.
  • બાળક મુશ્કેલીમાં હોય તો ત્‍યાંથી ભાગવાનું અને જ્યાં વધુ લોકો હોય ત્યાં જાય તેવું શીખવાડો.
  • અજાણી વ્‍યક્તિ પાસેથી બાળક કોઈપણ વસ્તુ ન લે તેવી તાલીમ આપો.
  • સ્‍કૂલમાં જણાવો કે અજાણી વ્‍યક્તિ કે સગાંવહાલાંને બાળક ન સોંપે
  • બાળક કે યુવાન બાળકને શીખવાડો કે ક્યાં જાય છે કોની સાથે જાય છે અને મોડું થવાનું હોય તો તે ઘરે જણાવે
  • બાળકને સ્‍કૂલ બસમાં જાતે બેસાડો.

સ્‍કૂલમાં જતી વખતેનાં સૂચનો.

  • સ્‍કૂલમાં લઈ જવાની બધી વસ્તુ સ્‍કૂલબેગમાં બરાબર મૂકો આથી વસ્તુઓ પડી જવાનો અવકાશ ન રહે.
  • બસ સ્ટોપ પર સમય કરતાં પહેલાં પહોંચો. બસ માટે દોડવું જોખમી છે.

બસ સ્ટોપ પર જતી વખતે.

  • નાનાં બાળકોને બસ સ્ટોપ સુધી મૂકવા વાલીઓએ જાતે જવું જોઈએ. મોટાં બાળકોએ ગ્રુપમાં ચાલવું જોઈએ કારણ કે ગ્રુપને આસાનીથી ડ્રાઇવર જોઈ શકે.
  • ફૂટપાથ પર કે શેરીમાંથી ચાલવું જોઈએ. જો શક્ય હોય તો રોડની ધાર પર ચાલવું જોઈએ.
  • રસ્તો ઓળંગતાં પહેલા થોભો અને રસ્તાની ડાબી અને જમણી બાજુ જોઈને ચાલો.

બસની રાહ જોતાં  -

  • તમારા બાળકને રમત કે મસ્તી કરવા દેશો નહીં તે ઘણું જોખમી છે.
  • તમે ખાતરી કરી લો કે તમારું બાળક રસ્તાથી આશરે છ ફૂટ અંદર છે.

બસ આવે અને જાય ત્યારે.

  • બસની એકદમ નજીક ન જાવ ડ્રાઇવર જોઈ શકે તે જગ્યાએથી બસ ક્રોસ કરો.
  • જ્યાં સુધી કંડક્ટર " ઓ.કે." કહે નહીં ત્યાં સુધી થોભો અને પછી જ બસમાં બેસો.